જય શ્રી કૃષ્ણ મિત્રો ,
૨૧
મી સદી વિચારો અને જ્ઞાન ની સદી છે , વતૅમાન સમયની આ ભાગદોડ ભરી જિંદગી એ
પ્રત્યેક મનુષ્ય માટે એક યુધ્ધભૂમિ સમાનબની છે. તેમાં કટોકટીની ક્ષણોમાં
મન,બુધ્ધિ,ધીરજ,આત્મવિશ્ર્વાસ,ધ્યેય,આત્મપ્રતિકારક્ષમતા વગેરે ગુણોએ
શસ્ત્ર તરીકે વર્તે છે અને સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા જીવનરૂપીરથમાં
સારથીની ગરજ પૂરી પાડે છે.પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આજીવન ગૃહસ્થીમાં
રહીને પોતાના કતૅવ્યનું પાલન કેવી રીતે કરવું તે સમજાય છે.
ધણા સમય
થી ધણા બધા મિત્રો ની એક ઈચ્છા હતી કે મારા ગીતા જ્ઞાન " કૃષ્ણ મારી
દ્રષ્ટી એ " ના વર્કશોપ ના અંશો નો લાભ ફેસબુક મિત્રો ને મળે અને આજ ના આ
આધુનિક માધ્યમ થકી આ કામ સરળ બની રહે છે . આ ગ્રુપ બનાવા પાછળ નો હેતુ દરેક
મિત્રો પોતાના જ્ઞાન ને અહી એક બીજા ને આપલે કરી શકે અને જીવન જીવવાની કળા
માં ભારત ના આવા યુગ પુરુષ શ્રી કૃષ્ણ પાસે થી શીખી ને પોતાના જીવન ને
મેહકતો બાગ બનાવી શકે છે .
આ ગ્રુપ માં મારા કે અન્ય કોઈ પણ દ્વારા
પીરસવામાં આવતા જ્ઞાન થકી આપના જીવન માં જો થોડો પણ બદલાવ આવે તો આપ અચૂક
જણાવજો ...ત્યારે આપના કરતા પણ વધારે ખુશી આ પૃથ્વી પર મને થશે અને મારો
મનુષ્ય જન્મ સાચા અર્થ માં સાકાર થશે .
આ ગ્રુપ માં જીવન માં શીખવા જેવી પ્રેરણાત્મક વાતો જ પોસ્ટ કરવી
વડીલમિત્રોના પ્રોત્સાહનથી શરૂ કરેલ આ ગ્રુપ રૂપી છોડ પર આપના પ્રતિભાવોનું સિંચન તેને વૃક્ષ બનવામાં મદદરૂપ કરશે.
આપ
આપના મિત્રો ને આમાં સામેલ કરી ને એક પુણ્ય ના કામ ના ભાગીદાર બની શકો છો
જેથી કરી ને વધારે માં વધારે લોકો સુધી આ ભારત ના અદભુત ખજાના નો લાભ લોકો
લઇ ને પોતાના જીવન ને ધન્ય બનાવી શકે .....
આપ સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.....
No comments:
Post a Comment